શ્રીકૃષ્ણ જન્મભૂમિ: મથુરામાં શાહી ઈદગાહ પરિસરનો થશે સર્વે, હિન્દુ પક્ષની અરજી સ્વીકારવામાં આવી
અલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી છે. કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની નિગરાણીમાં એક એડવોકેટ કમિશનરની નિયુક્તિની માંગણી સ્વીકારી લીધી છે.
અલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી છે. કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની નિગરાણીમાં એક એડવોકેટ કમિશનરની નિયુક્તિની માંગણી સ્વીકારી લીધી છે. આ સાથે જ ઈદગાહ કમિટી અને વક્ફ બોર્ડની દલીલોને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે સર્વે કમિશનરની નિયુક્તિ કરવામાં આવશે.
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે એડવોકેટ કમિશનરની નિયુક્તિ અમે જારી કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી છે. જો કે આ સર્વે ક્યારથી થશે કેટલા લોકો સામેલ થશે તે બધું 18 ડિસેમ્બરે નક્કી થશે.
વાત જાણે એમ છે કે 'ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન' અને 7 અન્ય લોકોએ વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે, અને દેવકી નંદરનના માધ્યમથી અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગણી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે ભગવાન શ્રીકૃષ્ણના જનમસ્થાન મસ્જિદ નીચે છે અને ત ્યાં અનેક એવા સંકેત છે જે સ્થાપિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. વકીલ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યાં મુજબ અરજીમાં અલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ એ પ્રસ્તુત કરાયું હતું કે ત્યાં એક કમળના આકારનો સ્તંભ છે જે હિન્દુ મંદિરોની વિશેષતા છે.
શું હતી અરજીકર્તાઓની માંગણી
અરજીકર્તાઓએ માંગણી કરી હતી કે નિર્દેશ સાથે એક આયોગ નિયુક્ત કરવામાં આવે જે એક નિર્ધારિત સમયની અંદર સર્વે કરીને પોતાનો રિપોર્ટ રજૂ કરે. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે દિશા નિર્દેશ આપવામાં આવે. હાઈકોર્ટે આ વાત સ્વીકારી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube